|
(1) |
કચેરીનું નામ |
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ |
|
(2) |
સરનામું |
હોસ્ટેલ ગ્રાઉન્ડ,ભરૂચ. ટે.નં.02642-240424 |
|
(3) |
કચેરીના વડા |
જિલ્લા શિક્ષણાધિકારી |
|
(4) |
વિભાગનું નામ |
શિક્ષણ વિભાગ |
|
(5) |
નિયંત્રણ અધિકારી |
કમિશ્નર મધ્યાહન ભોજન યોજના અને શાળાઓની કચેરી, ગાંધીનગર. |
|
(6) |
કાર્યક્ષેત્ર |
ભરૂચ જિલ્લો |
|
(7) |
મિશન |
માધ્યમિક અને ઉ. મા. શિક્ષણ સાથે સંકળાયેલા તમામના સાથ સહકારથી પારદર્શક વહીવટ અને ગુણવત્તા સભર શિક્ષણનું પ્રદર્શન કરવું. |
|
(8) |
વિઝન |
જિલ્લાની તમામ માધ્ય. અને ઉ. મા. શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવી ગતિશીલ અને ઉત્કૃષ્ટ શિક્ષણનામાધ્યમથી મુલ્યનિષ્ઠ નાગરિકોનું ઘડતર કરવું. |
|
(9) |
હેતુઓ |
(1) ઝડપી પરિપકવ અને ભ્રષ્ટાચાર મુકત પારદર્શક વહીવટ.
(2) શાળાઓને સફળ નેતૃત્વ પૂરું પાડવું
(3) અસરકારક તમામના માધ્યમથી કર્મયોગી કર્મચારીઓ તૈયાર કરવા.
(4) તંદુરસ્ત સમાજ રચના માટે શિક્ષિત અને મૂલ્યનિષ્ઠ નાગરિકોનું ઘડતર.
(5) બાળકોને ઉત્કૃષ્ઠ ગુણવત્તા સભર શિક્ષણ પૂરૂં પાડવું.
(6) સમાજની સહભાગીદારીતા વધારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ
વધારવી. |
|
(10) |
સ્કોપ |
જિલ્લામાં 139 અનુદાનિત અને 71 બિન અનુદાનિત શાળાઓ મળી કુલ 210 મા. અને ઉ.મા.શાળા જિલ્લાના ઘણા સંતોનો પરદેશ સ્થાયી હોઈ આવા સુખી સંપન્ન વતનપ્રેમી બિંન નિવાસી ગુજરાતીઓની સહાયથી મોટા ભાગની શાળાઓ ભૌતિક સુવિધાઓ ધરાવે છે. તેમ છતાં જે થોડી ઘણી શાળાઓમાં આની ખોટ વર્તાય છે. તે પણ સમાજના સહયોગથી પરિપુર્ણ કરી શકાય તેમ છે.
દરેક શાળા વિકાસ સંકુલના આચાર્યો સાથે માસિક બેઠક યોજી તેઓના પડતર પ્રશ્ર્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે. સાથો સાથ વિવિધ પ્રકલ્પોની રચના અને ચર્ચા કરવાથી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવું શકય છે.
જિલ્લાની તમામ શાળાઓમાં ટૂંક સમયમાં કોમ્પ્યુટર સુવિધા ઉપલબ્ધ કરાવી, સાથોસાથ કચેરીના રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝેશન કરાવી સમગ્ર જિલ્લામાં એક નેટવર્ક ઉભુ કરી શાળાઓ અને કચેરીઓને સાંકળવામાં આવશે જેથી સરળતાથી માહિતી મેળવી તથા ઉપલબ્ધ કરાવી શકાશે. |
|
(11) |
ફરજો |
(1) જિલ્લામાં આવેલી માન્યતા પ્રાપ્ત સરકારી બિનસરકારી માધ્યમિક તેમજ ઉ.મા.શાળાઓનું નિયંત્રણ અને નિયમન કરવું.
(2) શિક્ષણ સંબંધિત સંસ્થાઓ, કર્મચારીઓ,વાલીઓ અને વિધાર્થીઓના પ્રશ્ર્નો નિવારવા તથા તેઓને માર્ગદર્શન પુરૂં પાડવું.
(3) અનુદાન નિયમ સંગ્રહ- 1964, ગુજરાત મા.શિક્ષણ અધિનિયમ 1974 હેઠળ સોંપવામાં આવેલ વિવિધ ફરજો.
(4) સરકારી તેમજ બિન સરકારી અને મા./ ઉ.મા. શાળાઓનું શૈક્ષણિક અને વહીવટી નિરીક્ષણ કરવું.
(5) ખાનગી પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક અને વહીવટી નિરીક્ષણ કરવું.
(6) કાર્યક્ષેત્રમાં આવતી માન્ય શૈક્ષણિક સંસ્થાઓનું નિરીક્ષણ કરવું
(7) નવી ખાનગી પ્રાથમિક શાળાઓની મંજૂરી, વર્ગ વધારોઘટાડો, નામ, સ્થળ ફેરફારની
કામગીરી કરવી.
(8) નવી મા અને ઉ. મા. શાળાઓની દરખાસ્તો ચકાસીને બોર્ડને મોકલવી.
(9) ધો. 8 થી 12 ના વર્ગ વધારા - ઘટાડાની કામગીરી કરવી.
(10) અનુદાનિત સંસ્થાઓને ગ્રાન્ટ આપવી.
(11) સામાન્ય ભવિષ્યનિધિને લગતી કામગીરી કરવી.
(12) અનુદાનિત સંસ્થાના મળવાપાત્ર બીલો આકારવાની કામગીરી કરવી,
પેન્શન વિષયક કામગીરી કરવી.
(13) અનુદાનિત સંસ્થાઓમાં ખાલી જગ્યા ભરવા એન.ઓ.સી. તથા બહાલી આપવી.
(14) ફાજલ કર્મચારીઓને સમાવવાની કામગીરી કરવી.
(15) ગુજરાત ઉ. મા. શિ. બોર્ડ અને રાજય પરીક્ષા બોર્ડની પરીક્ષાઓ લેવી.
(16) શાળાઓમાં શૈક્ષણિક સ્તર વધારવા પ્રયાસ કરવા.
(17) કચેરીઓના કર્મચારીઓની સેવા વિષયક કામગીરી કરવી.
(18) ગ્રાન્ટ ઈન્ડ એઈડ કોડ 1964,ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ અધિનિયમ 1972 તથા ગુજરાત મા.શિ. વિનિમય 1974ની જોગવાઈઓ મુજબ કામગીરી કરવી.
(18) ગુ. મા. શિ. બોર્ડના પ્રતિનિધિ તરીકે કામગીરી કરવી.
(19) બિન સરકારી મા.અને ઉ.મા. શાળાઓમાં કર્મચારીઓની શિસ્ત વિષયક કામગીરી કરવી.
(20) શૈક્ષણિક તાલીમ, વર્કશોપ, સેમિનારો યોજવા.
(21) સરકારી શાળાઓને લગતી કામગીરી કરવી.
(22) ફરીયાદો, કોર્ટ કેસની કામગીરી કરવી. |
|
(12) |
કાર્યો |
(1) નિરીક્ષણ સ્ટાફ દ્વારા શાળાઓનું એક વખત વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવે છે.
(2) નિરીક્ષણ સ્ટાફ દ્વારા વર્ષની શરૂઆતમાં જિલ્લાની તમામ શાળાઓની આકસ્મિક
તપાસણી કરવામાં આવે છે.
(3) શાળા સંબંધી કોઈપણ પ્રકારની ફરિયાદ મળે તો તેની તપાસ કરાવવામાં આવે છે.
(4) કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં નવી શાળા શરૂ કરવા ગુજરાત મા.શિ. બોર્ડને
કરવામાં આવેલ દરખાસ્તની ચકાસણી કરી અભિપ્રાય સહ બોર્ડને મોકલી આપવામાં આવે છે.
(5) શાળાઓમાં ચાલતાં વર્ગોમાં વધારા માટે કરવામાં આવતી અરજીની ચકાસણી
કરી અભિપ્રાય સહ કમિશ્નરશ્રીને કે ગુજરાત મા.શિ બોર્ડને મોકલી આપવામાં આવે
છે. |